Heart Disease Cases Gujarat
ગુજરાતમાં હૃદયરોગના 3.04 લાખ કેસ, અમદાવાદમાં સૌથી વધુ દર્દીઓ; યુવાનો પણ ચિંતામાં
ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાઓના આંકડા ચિંતા વધારી રહ્યા છે. 2023થી 2026 દરમિયાન 108 ઇમરજન્સી સેવામાં 3.04 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 84,038 કેસ સામે આવ્યા છે. 51થી 60 વર્ષની વયના લોકોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બાળકો અને યુવાનોમાં પણ હૃદયની તકલીફો જોવા મળી છે.

